વૃક્ષને કાપતા જ પક્ષીઓ આવ્યા જમીન પર, અનેક પક્ષીઓના કરૂણ મોત - પક્ષીઓના કરૂણ મોત
🎬 Watch Now: Feature Video
મલપ્પુરમ: કેરળમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રોડ નિર્માણ કાર્ય દરમિયાન એક ઝાડને બેદરકારીપૂર્વક કાપવાને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા હતા. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના જિલ્લાના રાંદથાની વિસ્તારની છે. આ વીડિયો ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બનાવવામાં આવ્યો હતો. મશીનનો ઉપયોગ કરીને એક વિશાળ વૃક્ષ ધરાશાયી કરવામાં આવ્યું હતું. વૃક્ષ પડતાં જ ઘણાં પક્ષીઓ જમીન પર પડતાં જોવા મળ્યાં હતાં, જેમાં ઘણાં બચ્ચાં પણ હતાં. પ્રધાનના કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, NHAI પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમના કાર્યાલય વતી એવું કહેવામાં આવ્યું હતું કે, 'જેને કામ સોંપવામાં આવ્યું હતું, તે કોન્ટ્રાક્ટર સામે પ્રધાને કડક કાર્યવાહી કરવા કહ્યું છે. એડવાન્ના ફોરેસ્ટ રેન્જ ઓફિસરે ખોદકામ કરનાર અને તેના મશીન ચલાવનારને કસ્ટડીમાં લીધો છે. birds died tree cutting , video viral on social media, large number birds died, machine driver into custody, road construction work
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST