Affected Areas in Navsari : ડોક્યુમેન્ટ વગર તાત્કાલિક ધોરણે રાશન આપવાનો આદેશ - Affected Areas in Navsari
🎬 Watch Now: Feature Video
નવસારી : નવસારી જિલ્લા માટે રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટ પ્રધાન નરેશ પટેલે જિલ્લા તંત્રને આદેશ આપ્યો છે કે, જિલ્લાની 368થી સસ્તા અનાજની દુકાન સંચાલકોને સવારે 6 વાગ્યાથી (Ration Affected Areas in Navsari) રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખીને જરૂરિયાતમંદોને વહેલી તકે સરકારના ધારાધોરણ પ્રમાણે અનાજ આપવામાં આવે જેથી લોકો પોતાનું ગુજરાન (Affected Areas in Navsari) ચલાવી શકે. મળતી માહિતી મુજબ જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેશનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ વગર પણ તાત્કાલિક ધોરણે અનાજ આપવામાં આવશે. નવસારી જિલ્લામાં સૌથી વધુ ગણદેવી (Ration in Navsari) અને ચીખલી તાલુકો પૂરમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. જેમાં અનેક પરિવારોના ઘરવખરીને નુકસાન થવા સાથે અનાજ પણ પાણીમાં તણાયું તો કેટલાકનું પલળી ગયું છે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારોને સહેલાઈથી સસ્તા અનાજની દુકાનમાંથી ઘઉં ચોખા મળી રહે તેવા આશયથી પુરવઠા પ્રધાન સવારે 6:00 થી રાત્રીના દસ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવા આદેશ કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST