રામલલાના જળાભિષેક માટેની કળશયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચી - Rath Yatra through chariots all over India before the Amrit Janma Mahotsav of Rambhadracharya Ji Maharaj

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 5:14 PM IST

Updated : Dec 9, 2023, 5:24 PM IST

અમદાવાદ: 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામલલાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવશે. આ પહેલા સમગ્ર ભારતમાં રથ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી રહી છે. જે રામલલાના જળાભિષેક માટે દેશભરની 75 નદીઓ અને તળાવોમાંથી જળ એકત્રિત કરી રહી છે. જે અંતર્ગત આ યાત્રા આજે રાજસ્થાનના બિકાનેરથી અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચી હતી. જ્યાં રથયાત્રા અક્ષરધામ મંદિર - અમદાવાદ, રામકૃષ્ણ આશ્રમ - રાજકોટ, દ્વારકાધીશ મંદિર, સ્વામી નારાયણ મંદિર - રાજકોટ, ઇસ્કોન મંદિર - વડોદરા જશે. આ સાથેગુજરાતની પવિત્ર નદીઓના જળને એકત્ર કરી આગળ પ્રયાણ કરશે. આ ભવ્ય કળશયાત્રા જે કુલ 26000 કિલોમીટરનો પ્રવાસ કરશે અને 14મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચશે. ઉલ્લેખનીય છે કે  રથમાં ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીની મૂર્તિઓ છે. એક કળશ પણ બનાવવામાં આવ્યો છે. જેમાં દેશની 75 નદીઓ અને તીર્થસ્થળોનું જળ અયોધ્યા લઈ જવામાં આવશે. 

Last Updated : Dec 9, 2023, 5:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.