હાડકા મજબુત હોય તો જ આ નેશનલ હાઈવે પર નીકળજો, જુઓ ખખડતા વાહનોનો વીડિયો

🎬 Watch Now: Feature Video

thumbnail
રાજકોટ: એક એવો નેશનલ હાઈવે (Rajkot-Porbandar National Highway) જોવા મળ્યો જે નેશનલ હાઈવે નહીં. પરંતુ કમરતોડ હાઇવે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રાજકોટ-પોરબંદર હાઇવે પર ચોમાસા બાદ અનેક જગ્યાઓ મસમોટા (National Highway Potholes) ખાડા પડી ગયા છે. ગોંડલ-જેતપુર સહિતના વિસ્તારની અંદર આવતો નેશનલ હાઈવે ખરાબ હાલતમાં હોવાને લઈને વાહન ચાલકોને મુશ્કેલીઓ (Rajkot Highway) વેઠી રહ્યા છે. આ નેશનલ હાઈવે પર ખાડાને કારણે વાહનોમાં બેસીને જતા પ્રવાસીઓના હાડકા હલી જાય એવી સ્થિતિ છે. નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓ કોઈ મોટો અકસ્માત સર્જી શકે છે. કોઈનો ભોગ લઈ શકે છે. એવું આ હાલત પરથી કહી શકાય છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર વરસાદ બાદ રસ્તાની હાલત ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી છે જેને લઈને તંત્ર દ્વારા આ નેશનલ હાઇવે ને ખાડા હાઇવે માંથી પુનઃ નેશનલ હાઇવે તરીકે પરિવર્તન કરવામાં આવે તેવી પણ બાબત જણાઈ આવે છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.