આખલાઓની અડફેટે આવતાં રીક્ષા પલટી, શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા - cattle problem in gujarat
🎬 Watch Now: Feature Video
રાજ્યમાં રખડતાં પશુઓનો આતંક (Rajkot Bull Fight) સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટના જેતપુરમાં વધુ એક આખલાનું યુદ્ધમાં (Rajkot Bull Fight hit riksha) એક બાળક ઈજાગ્રસ્ત થયો હતો. બે આખલાઓ વચ્ચે ચાલતા યુદ્ધની અંદર બાળકો ભરેલી રીક્ષા પસાર થતાં આખલાઓએ રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં રિક્ષામાં સવાર બાળકોને સામાન્ય ઇજાઓ (Injured School Children) થઈ હોવાનું સામે આવ્યું છે. રખડતા પશુઓના ત્રાસને કારણે કુમળા બાળકોને અકસ્માતનો ભોગ બનવો પડ્યો હતો અને ઇજાઓ પહોંચી હતી ત્યારે સ્થાનિક તંત્ર હજુ પણ કોઈ કાર્યવાહી કરવા માટે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોવાની પણ સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે આ રખડતા પશુઓ પર સ્થાનિક જવાબદાર તંત્ર કોઈના મોત બાદ એક્શન લેશે કે પછી પોતાને આપવામાં આવેલી જવાબદારી સંપૂર્ણ નિભાવ છે તે તો આવનારા સમયની અંદર જ ખ્યાલ આવશે.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST