વડાપ્રધાન મોદીની ગેરંટી અને અમિત શાહની વ્યૂહરચનાનો વિજય - વસુંધરા રાજે - राजस्थान चुनाव परिणाम

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 4:46 PM IST

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ મુજબ ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે. આ ચૂંટણીમાં ગેહલોત સરકારના ઘણા મોટા મંત્રીઓનો પરાજય થયો છે. રાજસ્થાનમાં ભાજપના પ્રદર્શન પર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ મોટું નિવેદન આપ્યું છે. રવિવારે જયપુરમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ મોદીની ગેરંટી અને ગૃહમંત્રી અમિત શાહની રણનીતિની જીત છે. વસુંધરાએ કહ્યું કે આ જીત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યદક્ષ નેતૃત્વની જીત છે. રાજેએ કહ્યું કે રાજસ્થાનની આ શાનદાર જીત ભાજપના કાર્યકરોની જીત છે. રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા અમારા કાર્યકરોએ અથાક મહેનત કરી છે. તેમણે કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના સંકલ્પને નકારીને બીજેપીના નેતૃત્વને સ્વીકાર્યું છે, તેથી આ જીત રાજસ્થાનની જનતાની છે.

Rajsathan Vidhan Sabha Chunav Assembly Election Result 2023

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.