સુરતમાં ધોધમાર વરસાદ, બે પાકને નુકસાન થયું - વરસાદમાં ડાંગરના પાકને નુકસાન
🎬 Watch Now: Feature Video
બે દિવસના વિરામ બાદ ફરી સુરતમાં ધોધમાર વરસાદ ( Rain in Surat ) છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો અને વાદળછાયું વાતાવરણ હતું તથા વાતવરણમાં ભારે બફાટ પણ હતો. જોકે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે. જોકે આ વરસાદ વરસવાને કારણે નોકરિયાત વર્ગોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તે ઉપરાંત ખેડૂતોના શેરડી અને વરસાદમાં ડાંગરના પાકને નુકસાન ( Paddy Crops Damaged in Rain ) થયું છે. કારણકે ખેડૂતોનો ડાંગર અને શેરડીના પાક તૈયાર થઇ ગયો હતો.પરંતુ વરસાદના કારણે આ પાકને નુકસાન થયું છે. ચોમાસાએ વિદાય લીધી હોય અને શિયાળાની સીઝનની ( Winter season 2022 ) ધીરે ધીરે શરૂઆત થતી હોય ત્યારે અચાનક વાતાવરણમાં પલટો સાથે વરસાદ વરસતાં હવામાનની ગતિવિધિનો બદલાવ લોકોએ માણ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST