નવસારી અને જલાલપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર બેટિંગ - નવસારી અને જલાલપુર તાલુકામાં વરસાદ
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લાના નવસારી અને જલાલપુર તાલુકામાં બે કલાક વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં. ચારકુલ પોલીસ ચોકીમાં પણ વરસાદી પાણી ભરાયાં હતાં. શહેરના જૂનાથાણા ગોલવાડ ચારપુલ ભારતી ટોકીઝ ગ્રીડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવસારીમાં લુંસિકુઇ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ પર સ્વાદના રસિયાઓથી ધમધમતી હોય છે તેવા વિસ્તારમાં સાંજે વરસાદી પાણી ભરાતા વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. નવસારીમાં જલાલપોરમાં 4 કલાકમાં અઢી ઇંચ, જ્યારે નવસારીમાં 2 ઇંચ વરસાદ ઝીંકાયો હતો. Rain in Navsari , Monsoon Gujarat 2022 , Water Logging in Navsari city , Food Stall in Navsari Lunsikui
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST