વરસાદના કારણે શાળામાં 7થી 8 ફૂટ પાણી ઘુસ્યું, તમામ ચીજવસ્તુઓનો નાશ
🎬 Watch Now: Feature Video
ડાંગ ડાંગ જિલ્લામા ભારે વરસાદને (Rain in Dang) પગલે મહાલ ખાતેની 'એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલના કેમ્પસમાં વરસાદી પાણી સાથે કૂડો, કચરો, કાદવ, કિચડ ભરાઈ જતા મુશ્કેલી સર્જાય હતી. જેને લઈને શાળાની પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. શાળાના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ જતા અનાજ, પુસ્તકો અને જરૂરી ચીજવસ્તુઓનું મોટા પાયે નુકસાન થયું હતું. તેમજ શાળાના કેમ્પસની (Rain Forecast in Gujarat) દીવાલ પણ ધરાશાયી થઈ હતી. પૂરગ્રસ્ત પરિસ્થિતિના કારણે થયેલ નુકસાનીનો તાગ મેળવવા તથા શાળામાં જરૂરી સુધારો વધારો કરવા માટે પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ શાળાની જાત મુલાકાત કરી હતી. જોકે, સ્થાનિક આગેવાન રાજુ ગામીત તેમજ ધારાસભ્ય વિજય પટેલે પાણીના ટેન્કર, જનરેટર મોકલાવી શાળાનું (Rain damage in Dang) સફાઈ કામ કર્યું હતું. પુસ્તક, શાળાના રેકર્ડ, ગાદલા, અનાજ, ઇલેક્ટ્રિક તમામ નાશ થયો હતો. જે બાદ ફરીવાર કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST