બે નિરાધાર ભાઈઓના સંઘર્ષનો અંત, મોદી બન્યા માવતર

By

Published : Nov 27, 2022, 6:37 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચના નેત્રંગ(natrang legislative assembly) ખાતે સભા સંબોધી હતી. સંબોધન દરમિયાન તેમણે માંડવી તાલુકાના કાંકરાપાર ગામના બે નિરાધાર ભાઈઓને(two destitute children) યાદ કર્યા હતા. બે ભાઈઓ જય ધોરણ 6 માંઅને અવી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. જેઓના માતા પિતા અને દાદા દાદી ૪ વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા હતા. બંને ભાઈઓ એકબીજાની સાર સંભાળ રાખે અને ગ્રામજનોની મદદથી જાતે જ જમવાનું બનાવવું કામ કરીને ભણવાનું શરૂ કર્યું હતું. આ બંને બાળકોની હિંમતને જોઈને ગ્રામજનો અને ગામના કેટલાક સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા લોકોએ ખજૂર ભાઈને વાત કરી હતી. ત્યારબાદ ખજૂર ભાઈ આ બંને બાળકો માટે મકાન બનાવી આપ્યું હતું. આ બાબતનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોતા જે મકાન ખજૂર ભાઈએ બનાવ્યું હતું તે મકાનને પીએમ આવાસ યોજના હેઠળ રૂપાંતર કર્યું હતું. અને બંને ભાઈઓની જવાબદારી(responsibility of both brothers) ઉપાડી હતી.

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.