Janmashtami 2023 : કૃષ્ણ જન્મોત્સવ યાત્રામાં 700 કિલો બટાકાની ચિપ્સનો પ્રસાદ - 700 કિલો બટાકાની ચિપ્સનો પ્રસાદ
🎬 Watch Now: Feature Video


Published : Sep 8, 2023, 6:51 AM IST
જૂનાગઢ: જૂનાગઢમાં કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 કિલો બટાકાની ચિપ્સનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં સામેલ સૌ કોઈ માટે પીપળેશ્વર મહાદેવ મંદિર અને સુંદરકાંડના પાઠ આયોજિત કરનાર મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. પાછલા ત્રણ વર્ષથી પીપળેશ્વર મહાદેવ મંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ અને રામનવમીની શોભાયાત્રા દરમિયાન બટાકાની ચિપ્સનો પ્રસાદ પ્રત્યેક ભક્તોને મળી રહે તે માટેની વ્યવસ્થા વિનામૂલ્યે મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. સતત ચોથા વર્ષે આજે મંડળ દ્વારા શોભાયાત્રામાં સામેલ કૃષ્ણ ભક્તો માટે બટાકાની ચિપ્સનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. જેને યાત્રામાં સામેલ સૌ ભક્તોએ પ્રેમપૂર્વક ગ્રહણ કરીને કૃષ્ણ જન્મોત્સવને અનોખી રીતે ઉજવણી કરી હતી.