82431 પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લિપિમાં માર્ગદર્શિકા તૈયાર - અંધજન મહામંડળ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2022, 9:44 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં Gujarat Assembly Election 2022 લોકો વધુમાં વધુ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ બજેટમાંથી 5 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં દિવ્યાંગ નાગરિકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે બ્રેઇલ લિપિમાં પોસ્ટલ બેલેટ Postal Ballot in Braille Script for Blind Voters તૈયાર કરવામાં આવ્યા છે. બ્રેઇલ લિપિમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર કાપલીનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ ગુજરાતમાં કુલ 82431 અંધ મતદારોને Total 82431 Blind voters in Gujarat આવશ્યક સુવિધા પૂરી પાડી શકાય તે હેતુથી બ્રેઇલ લિપિમાં મતદાર માર્ગદર્શિકા અને મતદાર કાપલી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદના અંધજન મહામંડળ Blind People Association અને રાજ્યના અનેક શહેર તાલુકા અને જિલ્લામાં આવેલા અંધજન મંડળમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે વધુમાં વધુ મતદાન થઈ શકે તે માટે તથા ભવિષ્યમાં પણ નવયુવાનો મતદાન માટે રુચિ કેળવે તેને ધ્યાનમાં લઈને શાળા અને કોલેજમાં પણ ખાસ આયોજન રાજ્ય ચૂંટણી દ્વારા કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.