Surya Namaskar: હકારાત્મક ઊર્જાના સંચાર સાથે સૂર્યવંદના, જુઓ પોરબંદરનો સામૂહિક સૂર્ય નમસ્કારનો ડ્રોન વીડિયો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 4:59 PM IST

પોરબંદર: નવા વર્ષના પ્રારંભે હકારાત્મક ઊર્જાના સંચાર સાથે સૂર્યવંદના કરીને પોરબંદરમાં નવા વર્ષની સવારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ રમેશભાઈ ધડૂકની ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ હજૂર પેલેસ પાછળ ચોપાટી ખાતે યોજાયો હતો. નવા વર્ષના પ્રારંભે સૂર્યની પ્રથમ કિરણ સાથે ગુજરાતે સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે અને ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ વિશ્વ વિક્રમમાં પોરબંદર જિલ્લો પણ સહભાગી બની આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. આજે ઈસવીસન 2024ના પ્રારંભે સમગ્ર રાજ્યમાં 108 સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પોરબંદરના અન્ય આઈકોનિક સ્થળો ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ અને સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતાં. ઉપસ્થિત મહાનુભાવો તથા નાગરિકો દ્વારા મતદાન જાગૃતતાના શપથ લેવામાં આવ્યા હતા. આ તકે પોરબંદર છાયા સયુંક્ત નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, અગ્રણી રમેશભાઈ ઓડેદરા, લીલાભાઈ રાવલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી વિરેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ, યોગ કોચ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતાં.

Patan Surya Namaskar : પાટણમાં રાણકી વાવ ખાતે એક સાથે 500 લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા

Surya Namaskar : વધુ એક વિશ્વ રેકોર્ડ સ્થાપવા તૈયાર ગુજરાત, 1 જાન્યુઆરીના રોજ સર્જાશે ઇતિહાસ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.