સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવવાના શોખીન માટે લાલબતી - Ransom demanded in Bhavnagar
🎬 Watch Now: Feature Video
ભાવનગર એક તબીબને હની ટ્રેપ શિકાર બનાવતી દોઢ કરોડની ખંડણી માંગી બ્લેકમેલ કરતી એક યુવતી અને તેના સાગરીત સહિત બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગરના તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કાજલ નામની એક યુવતી સાથેની દોસ્તી ભારે પડી હતી. તબીબ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હતો. જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો. હોટેલમાં તબીબને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવી દેતા તબીબ અર્ધ બેભાન અવસ્થામાં થઈ ગયો હતો. ત્યારે કઢંગી હાલતમાં યુવતીએ તબીબ સાથે વિડીયો બનાવી અને બાદમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા વિડીયો મોકલી દોઢ કરોડની ખંડણીની માંગ કરી હતી. જો નહિ આપે તો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેને લઈને તબીબે ભાવનગર બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગંભીરતાથી લઇ હની ટ્રેપની ઘટનામાં કાજલ વાછાણી (રહે. નિકોલ અમદાવાદ), અને વિજય પરમારને (રહે. નોંધણવદર) ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા હતા. જ્યારે હજુ આ ટ્રેપમાં સામેલ અન્ય ત્રણ લોકો ફરાર થઈ ગયાની વિગત બહાર આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST