7500 મહિલાઓ દ્વારા એક સાથે ચરખા કાંતણ, અદભૂત દ્રશ્યો સર્જાયા - અટલ બ્રિજનું લોકાર્પણ
🎬 Watch Now: Feature Video
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront)ખાતે 27 ઓગસ્ટે ખાદી ઉત્સવ (Khadi Festival in Ahmedabad )કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Modi gujarat visit)હાજરી આપશે. ખાદીનો વ્યાપ દેશ સહિત વિદેશમાં પણ વધ્યો છે. અહીં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો( Spinning Wheel World Record)એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કરશે. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. કાર્યક્રમ સ્થળ પર 75 રાવણ હથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST