સુરતમાં ચાલુ ટ્રેને ચડવા જતા યુવક પ્લેટફોર્મ ટ્રેનની વચ્ચે પટકાયો, RPF જવાન બન્યો દેવદૂત - સુરતમાં પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે યુવક
🎬 Watch Now: Feature Video
સુરત રેલવે સ્ટેશન (Surat Railway station) પર એક યાત્રી ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ હતી. પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન ચાલુ હતી અને ધીમે ધીમે રફતાર પકડી રહી હતી. તેજ વેળાએ યાત્રીનો પગ (Passenger trapped running train in Surat) લપસી જતા તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલો RPF સંદીપ યાદવની તેના પર નજર પડી હતી. જેથી સંદીપ યાત્રીને બચાવવા દોડ્યા હતા. તેઓને જોઈ અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ અને RPF જવાનને યાત્રીને બહાર કાઢ્યો હતો. સદનસીબે આ ઘટનામાં પ્રવાસીનો જીવ બચી ગયો હતો. આ ઘટનામાં યાત્રીને સામાન્ય ઈજાઓ થઇ હતી. પરંતુ આ પ્રકારની ઘટના અન્ય યાત્રીઓ માટે લાલબત્તી સમાન છે. ઘણી વખત સ્ટેશન પર લોકો ટ્રેનમાં સીટ મેળવવા માટે ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરતા હોય છે અને અકસ્માતે ટ્રેનમાંથી પટકાતા હોય છે, ત્યારે સુરતની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. (platform and train Tourist trapped in Surat)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST