Pavagadh Ropeway Service : પાવાગઢમાં રોપ વે સર્વિસ રહેશે બંધ, યાત્રાધામનો નિર્ણય - સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ
🎬 Watch Now: Feature Video
પાવાગઢ : રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચાલતી ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલિત રોપ વે (Pavagadh Ropeway Service) સેવા બંધ રાખવામાં આવી છે. પાવાગઢ ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ મંદિર ટ્રસ્ટ સાથે મળીને મંદિર ખાતે આવતા યાત્રાળુઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામ કરવામાં આવ્યા છે. તેમજ વધુમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 વર્ષ બાદ મંદિર શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી. ત્યારબાદ પાવાગઢ ખાતે વધુ ભક્તો આવતા થયા છે. તેમજ વધુમાં વધુ ભક્તો આવતા રોપ વે સેવાનો પણ વધુ પડતો ઉપયોગ થતો હોય છે. જેની સુરક્ષાને લઈ સમયાંતરે રોપ વે સેવા બંધ કરી મરમ્મત કરવામાં આવે છે, ત્યારે આ મહિને પણ 18મી જૂલાઈથી 22મી જૂલાઈ સુધી પિરિયોડિક મેઇન્ટનન્સ માટે બંધ કરવાનો નિર્ણય (Pavagadh ropeway service closed)લેવામાં આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST