Radhanpur Weapons Case : રાધનપુરના ખેતરમાંથી હથિયારો સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા - Weapons Case in Radhanpur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2022, 2:19 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

પાટણ : પાટણ જિલ્લા પોલીસે પેટ્રોલિંગની (Radhanpur police Patrolling) કવાયત હાથ ધરી સઘન બનાવ્યું છે. ત્યારે, પાટણ LCB અને SOGની ટીમ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રાધનપુરના મોટી પીપળી ગામે રહેતા રાવળ અભિમન્યુ તેમજ ગોહિલ ચેતન ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે તમંચા, પિસ્તોલ કારતુસ સહિતના હથિયારોની (Weapons Farm Pipli Village) ખાનગી બાતમી મળી હતી. જેને લઈને LCB, SOG અને રાધનપુર પોલીસની ટીમે સંયુક્ત રીતે તપાસ કરતા એક પિસ્તોલ, 2 તમંચા તેમજ 10 કારતુશ અને 52 હજાર રૂપિયાના ગેરકાયદેસર હથિયારો, મોબાઇલ સહિત 62 હજારનો મુદ્દામાલ કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આ બન્ને આરોપીઓએ આ હથિયારો મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સુરત રેલ્વે સ્ટેશન પાસે આવેલા દૂધ ડેરીમાં નોકરી કરતા આસારામ ઉર્ફે રામ ભીમસિંહ નામના શખ્સ પાસેથી લીધા હોવાનું જણાવતા પોલીસે તમામ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ (Weapons Case in Radhanpur) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.