જાહેર રસ્તા પર વસતાં નિરાધાર લોકોને ઠંડીથી રક્ષણ પુરું પાડતી અમદાવાદ પોલીસ - undefined
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2023, 4:53 PM IST
અમદાવાદ: અનેક એવા નિરાધાર લોકો કે જે ફુટપાથ પર રહેતા હોય છે. જેમની પાસે કોઈ સુવિધા હોતી નથી. પરંતુ જ્યારે ઠંડી, ગરમી કે વરસાદ હોય ત્યારે તેઓ વધારે હાલાકી ભોગવતાં હોય છે. હાલ રાજ્યમાં શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદના જાહેર રસ્તાઓ ઉપર નિરાધાર રીતે વસવાટ કરતા નાગરિકો માટે ઓઢવ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ યુક્તિ ચરિતાર્થ કરી છે. ઓઢવ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ મોડી રાત્રિના અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલ આજુબાજુના વિસ્તારમાં નિરાધાર અને નિ:સહાય, જરૂરીયાતમંદ માણસો પાસે રૂબરૂ જઈ તેઓને ઠંડીથી બચવા માંટે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના નાગરિકોના માનસપટમાં માનવીય અભિગમ જળવાઇ રહે અને અન્યને મદદરૂપ થવાની ભાવના લોકોમાં પ્રજ્વલિત થાય તે રીતે ઓઢવ પોલીસ સ્ટેશના પીઆઈ કનોડીયા દ્વારા દાખલારૂપ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.