27 ડેમોમાં થઈ નવા નીરની આવક, જિલ્લામાં જળ સંકટ થયું હળવું - Rain in Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટ: હવામાન વિભાગની આગાહી( Rain In Gujarat )બાદ હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ ઠેર ઠેર સારો વરસાદ વરસ્યો હોવાની પણ વિગતો સામે આવી છે. હવામાન વિભાગે પણ આગામી સમયમાં રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આ અગાહીમાં રાજકોટ જિલ્લાને યેલો એલર્ટ (Rain in Rajkot)અપાયું છે. જિલ્લામાં પડેલા વરસાદને લઈને કલેક્ટરે વાતચીત કરી હતી જેમાં આ વાતચીત દરમિયાન અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે સારા વરસાદથી આખા રાજકોટ જિલ્લામાં જળ સંકટ(Rajkot water crisis) હળવું થયું છે. જીલ્લાના 27 જેટલા ડેમોમાં હાલની સ્થિતિએ 35 ટકા નવા નીરની આવક થઈ છે તેવું પણ જણાવ્યું હતું. આ સાથે ધીરાજીના ભૂખી પાસે આવેલ ભાદર-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં તેવું પણ જણાવ્યું છે. ડેમ ઓવરફલોની તૈયારીમાં છે ત્યારે નદી કાંઠાના 37 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તેવું પણ જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST