Navsari Rain Update : નવસારીની ઔરંગા નદીનો આકાશી નજારો, ભારે જળપ્રવાહને લઇ કાંઠાથી દૂર રહેવા અપીલ - ઔરંગા નદી
🎬 Watch Now: Feature Video
નવસારી : ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા નદીનો આકાશી નજારો ઔરંગા નદી પર બનેલો ગરગડીયા પુલ પાણીમાં ઘરકાવ નવસારી અને વલસાડને જોડતો આ મહત્વનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા 10 ગામો પ્રભાવિત થયાં છે. હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા નદીનો આકાશી નજારો સામે આવ્યો છે.
નદીનો રમણીય નજારો : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીની પાણીની આવકમાં વધારો થતા ઔરંગા નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. જેને લઈને આસપાસના ગ્રામજનો પણ નદીનો રમણીય નજારો જોવા માટે નદી કાંઠે પહોંચ્યા હતા. પરંતુ નદીની આવકમાં સતત વધારો થતા વહીવટી તંત્ર દ્વારા નદી તરફ જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. નવસારી અને વલસાડ જિલ્લાને જોડતો ગરગડીયા પુલ પાણીની આવક વધતા પાણીમાં ગરકાવ થયો છે. જેને કારણે 10થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો છે
તંત્ર દ્વારા સતત મોનિટરિંગ : તો બીજી તરફ આ બ્રિજ પરથી પસાર થવા માટે વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો બીજી તરફ નદી કિનારે ના ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે અને નદીની સપાટી પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે કોઈપણ અનિષ્ટનીય ઘટના ન બને તે માટે તંત્ર બાજ નજર રાખી બેઠું છે. સ્થાનિક નીરવભાઈ પટેલ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઔરંગા નદીનો આ રમણીય નજારો વરસાદની સિઝનમાં જોવા મળતો હોય તેથી ઘણા લોકો નદીની પાણીની આવકમાં વધારો થતા નદી બે કાંઠે વહેતા લોકો અહીં નદી કાંઠે આ નજારો જોવા માટે અચૂક આવે છે.
- Gujarat Rain Update : રાજ્યના 63 તાલુકાઓમાં મેઘમહેર, લોકો તંત્રની કામગીરીથી પરેશાન, મુખ્યપ્રધાન કરી રહ્યા છે મોનિટરિંગ
- Valsad Rain Update : ઉપરવાસમાં ભારે વરસાદ થતાં નદીઓ બંને કાંઠે વહી, અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં
- Rajkot News : પાટણવાવ ઓસમ ડુંગરનું સૌંદર્ય માણવા ગયેલા લોકો ફસાયા, માંડ માંડ બહાર કાઢ્યા