Navratri 2023: અમદાવાદના એરપોર્ટ પર કર્મચારીઓ સાથે પ્રવાસીઓ પણ ગરબાના તાલે ઝૂમ્યા, જુઓ વીડિયો - undefined
🎬 Watch Now: Feature Video
Published : Oct 23, 2023, 8:01 PM IST
અમદાવાદ: સમગ્ર ગુજરાત નવરાત્રિના રંગમાં ઓળઘોળ થયું છે, ચારે તરફ આધ્યશક્તિની આરાધના રૂપી ગરબામાં ખેલૈયા મનમુકીને ઝૂમી રહ્યાં છે. ગુજરાતનો કોઈ ખુણો એવો નહીં હોય જ્યાં ખેલૈયાઓ રાસની રમઝટ નહીં બોલાવતા હોય, ક્લબ હોય કે પાર્ટી પ્લોટ કે પછી શેરી ગરબા, તમામ જગ્યાઓ પર ગરબાના તાલે થનગનતા ખેલૈયાઓ જોવા મળી રહ્યાં છે, ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના કર્મચારીઓ પણ ગરબાના તાલે ઝુમવામાં પાછળ રહ્યાં ન્હોતા, એટલું જ નહીં એરપોર્ટ પર આગમન થયેલી ફ્લાઈટમાંથી ઉતરેલા સ્વેદશી અને વિદેશી પ્રવાસીઓ પણ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા હતા અને ગુજરાતના પરંપરાગત ગરબાનો આનંદ માણ્યો હતો. જ્યારે કેટલાંક પ્રવાસીઓ ગરબે રમી રહેલાં આ ખેલૈયાઓને જોતા રહી ગયાં હતાં.
TAGGED:
aiport grba