જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમવાર નવરાત્રી મહોત્સવ ઉજવાયો, આ બેન્કે વહેંચ્યા દાંડિયા - જન જાગૃતિ માટેના બેનરો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2022, 4:22 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

મહેસાણા ભારતએ વિવિધતામાં એકતા ધરાવતો એક દેશ ત્યારે તમામ જ્ઞાતિ જાતી અને ધર્મના તહેવારો અહીં ધામધૂમથી ઉજવાતા હોય છે. જેમાં આજે મહેસાણા જિલ્લા પંચાયત ખાતે પ્રથમ વાર આદ્યશક્તિ મા અંબાના પર્વ નવરાત્રીનું એક દિવસિય રાસ ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં બેંક ઓફ બરોડા દ્વારા ખેલૈયાઓને દાંડિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓ દ્વારા જન જાગૃતિ માટેના બેનરો લગાવવામાં આવ્યા હતા. તમામ લોકો એક મન થઈ આ નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરતી આરાધના કરી હર્ષ ઉલ્લાસ સાથે રાસ ગરબે ઘૂમ્યા હતા. આ મહોત્સવમાં જિલ્લા પંચાયતના વિવિધ જ્ઞાતિ જાતિ અને ધર્મના કર્મચારીઓ એક પટાંગણમાં એક સાથે ગરબે ઘૂમી કૌમી એકતા અને એખાલસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Mehsana District Panchayat  District Panchayat Bank of Baroda Distribution of Dandiyas Various branches of District Panchayat Banners for public awareness
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.