Narmada News: 22મી જાન્યુઆરીએ રાજપીપળાના દરેક ઘરોમાં દીપ પ્રગટે તે માટે 5 હજાર દીવાનું નિશુલ્ક વિતરણ - પ્રુભુ શ્રી રામ
🎬 Watch Now: Feature Video
Published : Jan 18, 2024, 3:37 PM IST
નર્મદાઃ 22મી જાન્યુઆરીના રોજ આયોધ્યામાં રામોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે રાજપીપળા શહેરના 5 હજાર ઘરોમાં દિવાઓ પ્રગટે તે માટે એક દંપતિએ વિના મુલ્યે દીવાઓનું વિતરણ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ઓનર અને રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20તારીખ સુધીમાં 10,000 થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપશે. તેઓ અત્યાર સુધી 5000થી વધુ દીવાઓનું નિઃશુલ્ક વિતરણ કરી ચૂક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકો તેઓ દિવેટ સાથે દીવા મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાં આવે છે અને જય શ્રી રામ કહી દીવા લઈ જાય છે. ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લીધે આયોધ્યા રોશનીથી જગમગ થશે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવશે. સમગ્ર માહોલ રામમય બની જશે અને દિવાળી ફરીથી આવી હોય તેવું લાગશે.
અમે દરેક લોકોને ફ્રીમાં દીવા ઉપરાંત દિવેટ પણ આપીએ છીએ જેથી લોકોને રરમી જાન્યુઆરીએ ડાયરેક્ટ દીવો સળગાવવાનો જ રહે...તેજસ ગાંધી(નિશુલ્ક દિવાનું વિતરણ કરનાર, રાજપીપળા)
તેજસ ગાંધીનો આ પ્રયાસ સરાહનીય છે. તેઓ ભવિષ્યમાં પણ પ્રભુ શ્રી રામને લગતા પ્રસંગોમાં આવું સદકાર્ય કરતા રહેશે તેવી શુભેચ્છા...પ્રકાશ માછી(નિશુલ્ક દીવા લેનાર, રાજપીપળા)