પંચમહાલ પોલીસે કરી પાવાગઢ મંદિર તેમજ પરિસરની સફાઈ, જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરાયેલા 'સ્વછતા હી સેવા' અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ સંગઠનો તેમજ રાજકીય તેમજ સહકારી સંસ્થાઓ સ્વચ્છતામાં જોડાયા છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પાવાગઢ મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી સહિત 200 જેટલા પોલીસ કર્મીઓ જોડાયા હતા. પોલીસકર્મીઓએ પાવાગઢ મંદિર પરિસર તેમજ તેની આજુબાજુ અને માચી સુધીના પગથિયાઓની સફાઈ કરી હતી અને આજુબાજુ પડેલા કચરાઓનો નિકાલ કર્યો હતો. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ નાગરિકોને અપીલ કરી હતી કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા હોય છે જેને લઇ પ્રવાસે આવતા નાગરિકોએ ગમે ત્યાં કચરો ફેંકોવો નહીં, તેમજ સ્થાનિક દુકાનદારોએ પણ ધ્યાન રાખવું એવી ટકોર કરી હતી.