Morbi News : કપિને પાણીપુરીની લિજ્જત માણતા જોયાં? આ વિડીયોએ ઘેલાં કર્યાં - પાણીપુરી
🎬 Watch Now: Feature Video
મોરબી : પાણીપુરીનું નામ પડે ને મોંમા પાણી ન આવે તેવું ભાગ્યે જ બને. ગુજરાતણોને એટલી વહાલી પાણીપુરી ખાવા વિશે કંઇ કહેતા પહેલાં આ વિડીયો પણ જોઇ લો. જે વાનરને પણ સ્વાદનો ચટાકો કેવો છે તે દર્શાવે છે. મોરબીમાં પાણીપુરી ખાતાં કપિના વિડીયોએ સૌને ઘેલાં કર્યાં છે. ટંકારાના દયાનંદ ચોકમાં કપિરાજને પાણીપુરી ખાતા જોઇને નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું.
આરામથી પાણીપુરી ખાધી ટંકારાના દયાનંદ ચોક પાસે પાણીપુરીની લારી ઉભી હોય જ્યાં વાનર ચડી આવ્યાં હતાં અને લારી પર આવીને બેસી જતા પાણીપુરી વેચનાર પણ તેનો ઈરાદો સમજી ગયો હતો અને તરત પાણીપુરીની પ્લેટ બનાવી કપિરાજ પાસે મૂકી દીધી હતી. પછી શું કપિરાજ તો પાણીપુરીનો સ્વાદ માણવા લાગ્યા હતાં જેના આગવા દ્રશ્ય જોવા લોકોના ટોળા જામ્યાં હતાં.કપિરાજ સામાન્ય રીતે કુદાકુદ કરતા હોય ત્યારે લોકો તેને જોતા હોય છે પરંતુ આ તો પાણીપુરી ખાતા જોઇને ટંકારાના નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું અને આરામથી પાણીપુરી ખાતા જોઇને લોકો પણ અચરજ પામ્યા હતાં.