કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું હાર્દિક પટેલને લઈને આક્રમણ તેવર આવ્યું સામે - Hardik Patel Resignation

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2022, 4:01 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

પાટણ : પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું (Hardik Patel Resignation) આપી પક્ષ સાથે છેડો ફાડ્યો છે, ત્યારે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને પાસ સાથે જોડાઈ કોંગ્રેસમાંથી પાટણ બેઠક પર ચૂંટાયેલા ધારાસભ્ય કિરીટ પટેલ હાર્દિક પટેલના રાજીનામા (Kirit Patel Statement of Hardik Patel) અંગે પોતાના પ્રત્યાઘાત આપ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય ડો કિરીટ પટેલ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં સન્માન ન મળતું હોવાની રાવ સાથે નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો. હાર્દિકના રાજીનામાંથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે તેવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કોઈ પણ એક વ્યક્તિના સાથે સમગ્ર સમાજ જોડાયેલો હતો નથી. વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે રાજકારણમાં આવે છે અને પક્ષ બદલે છે જેને લઇ પક્ષને નુકસાન થતું નથી પક્ષ મહાન છે વ્યક્તિ નહીં. વધુમાં જણાવ્યું હતું કે, અમે હાર્દિક પટેલને મળવાના છીએ અને રાજીનામા અંગેનું કારણો જાણીશું. હાર્દિકે હજુ સુધી ભાજપમાં જોડાવાનું નક્કી નથી કર્યું. હાર્દિક કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે, ત્યારે અમે તેની પ્રતિક્રિયા આપી શું. વધુમાં તેઓએ (MLA Kirit Patel Statement) જણાવ્યું હતું કે રાજકારણની અંદર કઈ નક્કી હોતું નથી. રાજકારણમાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ બદલાઈ શકે છે. હાર્દિક હવે પરિપક્વ છે, કઈ પાર્ટીમાં જોડાવવું તે અંગેનો નિર્ણય તે પોતે કરશે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.