વડોદરામાં છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ જોકે કૂતરાંઓને મોજ પડી - વડોદરામાં માલધારી સમાજનો વિરોધ
🎬 Watch Now: Feature Video
ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં આજે વડોદરામાં છૂટક દૂધ વેચાણ કેન્દ્ર બંધ રાખવામાં આવ્યા હતાં. જોકે વડોદરામાં માલધારી સમાજનો વિરોધ દૂધ ઢોળીને નહીં પણ શ્વાનને પીવડાવી કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજ્ય સરકાર સામેના વડોદરા માલધારી સમાજના આંદોલનને એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવે ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવા માટે માલધારી સમાજ પણ પોતાનું વેપાર નહીં કરી એટલે કે દૂધનું વેચાણ બંધ કરી અને સરકાર સામે વિરોધ નોંધાયો છે. મહત્વનુ છે કે રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી કડકાઇથી ચાલતી હતી. ત્યારે હવે દરેક અલગ અલગ શહેરના ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોરવાડામાં બાંધેલા ઢોરને પકડી જવાની શરૂઆત કરાઈ ત્યારે માલધારી સમાજ એક થઈ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા હવે આજે સમગ્ર રાજ્યમાં દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. Milk distribution suspended in Vadodara , Maldhari Community Strike on 21 September , Maldhari Samaj Protest in Vadodara , Laws on Stray Cattle
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST