તાપી: પોલીસે જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી બનાવટની ઓટોમેટિક રિવોલ્વર સાથે મહારાષ્ટ્ર રાજ્યનો એક ઈસમ ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નંદુરબારમાં રહેતો હુસેન પાડવી રિવોલ્વર લઇને આવી રહ્યો હતો, તે બાતમીના આધારે પેટ્રોલિંગ કરતી નિઝર પોલીસે તેને રિવોલ્વર સાથે દબોચી નાખ્યો હતો. સાથે ગેરકાયદેસર રીતે કોઈ પણ પરવાનગી વગર રિવોલ્વર લઇને ફરતા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર, નંદુરબારના રાકેશ નામના ઈસમ દ્વારા આ રિવોલ્વર વેચવામાં આવી હતી. જેને લઈને હુસેન પાડવી નિઝરના નિતેશ પટેલ નામના ઈસમને આપવા આવતો હતો. તે દરમિયાન નિઝર પોલીસ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. સાથે જ લે-વેચ કરનારા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ રિવોલ્વરને નિઝરના ઈસમ દ્વારા 25,000 રૂપિયામાં ગેકાયદેસર રીતે ખરીદવામાં આવી હતી. આ બાતમી મળતા પોલીસે હુસેન પાડવીને પકડી પાડ્યો હતો. હાલ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓનીને પકડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ રિવોલ્વર વિદેશી બનાવટની ઓટોમેટિક 9 mm પિસ્તોલ છે. જેની કુલ કિંમત રૂપિયા 25,000 હતી. આ રિવોલ્વરને વગર પરવાનગીએ ગેરકાયદેસર રીતે રાખી ગુનો આચર્યાની ફરિયાદ નિઝર પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. જેમાં પો.સ્ટે. B પાર્ટ ગુ.ર.નં 11824007250017/2025 આર્મ એક્ટની કલમ - 25(1-બી) (એ) તથા જી.પી. એક્ટની કલમ - 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. જેમાં મુદ્દામાલ ખરીદનાર નિઝર પ્રાથમિક શાળામાં રહેતા નિતેશ પટેલ અને મુદ્દામાલ વેચનાર નંદુરબારમાં રહેતા રકેશ આમ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: