Panchmahal News: ડેરોલ ગામમાં ઉજવાય છે દશેરાના દિવસે માટલી ગરબા, માટલી ગરબાનું સુંદર આયોજન - celebrated in Derol village on Dussehra
🎬 Watch Now: Feature Video
Published : Oct 25, 2023, 12:01 PM IST
પંચમહાલ જિલ્લામાં આગવી ઓળખ ધરાવતા કાલોલ તાલુકાના ડેરોલ ગામે દશેરાના દિવસે રાત્રે માતાજીની આરતી પછી સૌ ગામ લોકો માથે ગરબો (માટલી) મૂકી માતાજીના ગરબે ઘૂમ્યા હતા. ગામના યુવકોએ માતાજીના સ્થાપનને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન - 3 ની સફળતા અને ચંદ્રની સપાટી ઉપર વિક્રમ લેન્ડિંગ અને પ્રજ્ઞાનરોવરની કૃતિ આધારિત સુંદર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
વિજયાદશમીના દિવસે કાલોલ તાલુકાના ડેરોલ ગામે યોજાતા ગામની ઐક્યતા અને માતાજી પ્રત્યેની ગામ લોકોની શ્રદ્ધા, ભક્તિ, આરાધનાના દર્શન કરાવતા અને આ વિસ્તારમાં આગવી ઓળખ ધરાવતા માટલી ગરબાનું સુંદર આયોજન ગામના યુવકો દ્વારા કરવામાં આવતું હોય છે. વર્ષો જૂની પરંપરા મુજબ ગામ લોકો દ્વેષ મુક્ત બની એક સાથે માતાજીના ચોકમાં માથે માતાજી નો ગરબો લઈ માતાજીની ભક્તિમાં લીન બની ગરબે ઘુમતા જોવા મળે છે.
ગામની મહિલાઓ, યુવતીઓ, પુરુષો સૌ કોઈ સાથે મળી માથે માતાજીનો ગરબો મૂકી માનતા મુજબ માતાજીના ગરબા રમતા હોય છે. સાંજે માતાજીની આરતી પછી ગરબા શરૂ થતાં ઘરે ઘરે થી મહિલાઓ અને પુરૂષો માથે માતાજીના ગરબાની માટલી મૂકી માતાજીના ચોકમાં આવી ગયા હતા અને ગરબે રમી માથે મુકેલા ગરબા ગામના અંબે માતાના મંદિરે રમતા મુક્યા હતા.