દીપડાના આંટાફેરા યથાવત, વીડિયો થયો કેમેરામાં કેદ - leopard Kantwa village
🎬 Watch Now: Feature Video
સુરત માંગરોળના કંટવા ગામે શિકારની શોધમાં દિપડો (Mangrol forest area leopard) ફરતો ફરતો આવી ગયો હતો. કદાવર દીપડાને એક સ્થાનિક કાર ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો. જેમાં દીપડો બિન્દાસ લટાર મારતો નજરે ચડ્યો હતો. દીપડા દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, માંગરોળ તાલુકાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. ઘણા ખેડૂતો દીપડાને પોતાનો મિત્ર માને છે. કારણે દીપડો ખેડૂતોને ઘણી મદદ કરી રહ્યો છે. દીપડાના ખેતરમાં આંટાફેરા (leopard Kantwa village) હોવાથી ડુક્કરનો ત્રાસ ઓછો થઈ ગયો છે. જેને લઇને ઘણીવાર માનવ વસ્તીમાં દીપડો આવતા વન વિભાગની ટીમ પાંજરું મૂકવાનું પણ કહેતા હોય છે. પણ ગ્રામજનો પાંજરું મૂકવા દેતા નથી. કારણ કે એકવાર દીપડો પાંજરે પુરાય પછી તે વધુ જ ખુંખાર બની જાય છે. તેવું માની રહ્યા છે. (Leopard in Surat)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST