લ્યો બોલો : વાઘના ચામડા સાથે પકડાયેલા શખ્સોનો કેસ પલટાયો - ટાઇગર સ્કીનનો આરોપ
🎬 Watch Now: Feature Video
સુરત : માંડવીના ઉશ્કેર ગામે વાઘના ચામડાને લઈને (Tiger Skin in Ushkar) અફરાતફરી મચી હતી. ઉશ્કેર ગામેથી માંડવી વનવિભાગની ટીમે બાતમીના આધારે વાઘના ચામડા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. માંડવી વન વિભાગની ટીમે પકડેલું વાઘનું ચામડું પરીક્ષણ માટે દેહરાદૂન લેબમાં ચામડું મોકલ્યું હતું, ત્યારે લેબમાં પરીક્ષણ દરમિયાન વાઘનું ચામડું બનાવટી (Fake Tiger Skin) હોવાનું સામે આવ્યું છે. જેને લઈને બનાવટી વાઘના ચામડાને ઓરીજનલ ગણાવી વેપાર કરનાર શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધવાની (Accused of Tiger Skin) તજવીજ હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST