ડેપ્યુટી કલેક્ટરને પણ ના છોડ્યો, રસ્તા વચ્ચે ચપ્પલથી માર્યો - મંદસૌર તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર સાથે મારપીટનો મામલો (Mandsaur Deputy Collector Assaulted) સામે આવ્યો છે. મંદસૌર કલેક્ટરની સૂચના પર ડેપ્યુટી કલેક્ટર અરવિંદ માહૌર ચૂંટણી ફરજ માટે પિપલિયા મંડી જઈ રહ્યા હતા. ત્યારે એક બાઇક સવાર તેમની કારને ઓવરટેક કરવા લાગ્યો હતો. બાઇક સવારનો સ્ટંટ જોઈને ડેપ્યુટી કલેકટરે તેને રોક્યો અને સમજાવ્યું કે, આવું ન કરવું જોઈએ, તેનાથી અકસ્માત પણ થઈ શકે છે. ત્યારબાદ રેસ્ટોરન્ટ ચલાવતા પતિ-પત્ની ત્યાં આવ્યા અને મારપીટ શરુ કરી દીઘી હતી. મહિલાએ તેને ચપ્પલ વડે માર માર્યો (Deputy Collector beaten by footwear) અને જાતિ વિષયક શબ્દો બોલીને અપમાનિત કર્યા. આ ઘટના બાદ ડેપ્યુટી કલેક્ટર મંદસૌર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ કરી. પોલીસે પતિ-પત્ની વિરુદ્ધ કલમ 353, 332, 186, 323, 294, 34 અને SCST એક્ટ હેઠળ કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST