ETV Bharat / state

PMJAY યોજના કૌભાંડ: આજે મેટ્રો પોલિટિન કોર્ટમાં સુનાવણી, 6 આરોપીઓને રજૂ કરાશે - PMJAY SCHEME SCAM

PMJAY યોજનાના નામે બનાવટી કાર્ડના કૌભાંડમાં 6 આરોપીઓના રિમાન્ડ પર મેટ્રો પોલિટિન કોર્ટમાં શનિવારે એટલે કે આજે સુનાવણી હાથ ધરાશે.

PMJAY યોજના કૌભાંડમાં 6 આરોપીઓના રિમાન્ડ માટે આજે મેટ્રો પોલિટિન કોર્ટમાં સુનાવણી
PMJAY યોજના કૌભાંડમાં 6 આરોપીઓના રિમાન્ડ માટે આજે મેટ્રો પોલિટિન કોર્ટમાં સુનાવણી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમદાવાદ: PMJAY યોજના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડમાં ત્રણ દિવસ અગાઉ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનાના બનાવટી કાર્ડ બનાવવાનો કૌભાંડ સામે આવ્યો હતો. આ મામલે મેટ્રો કોર્ટમાં શનિવારે એટલે કે આજે આરોપીઓને રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ કાંડમાં ધરપકડ કરવામાં આવેલા 6 આરોપીઓની રિમાન્ડ 21 ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે પૂર્ણ થશે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અંગે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન ત્રણ દિવસ અગાઉ ક્રાઈમ બ્રાન્ચે PMJAY યોજના હેઠળ બનાવટી કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીને મેટ્રો પોલીટીન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા 14 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપીઓની રિમાન્ડ શનિવાર ત્રણ વાગ્યા સુધી મંજૂર કરી છે.

PMJAY યોજના કૌભાંડમાં 6 આરોપીઓના રિમાન્ડ માટે આજે મેટ્રો પોલિટિન કોર્ટમાં સુનાવણી
PMJAY યોજના કૌભાંડમાં 6 આરોપીઓના રિમાન્ડ માટે આજે મેટ્રો પોલિટિન કોર્ટમાં સુનાવણી (Etv Bharat Gujarat)

આ મામલે સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, 'છેલ્લા બે વર્ષથી આરોપીઓ આ કામગીરી કરી રહ્યા હતા. આ મામલે તપાસ કરવા માટે સમગ્ર ડેટા ક્રાઈમ બ્રાન્ચને આપી દેવામાં આવ્યો છે, પરંતુ હાલમાં તે ડેટામાં કોઈ નુકસાન થયું જોવા મળ્યું નથી. મહત્વની બાબત એ છે કે, આયુષ્માન કાર્ડમાં ઘણા પુરાવા મેચ થવા જોઈએ તે ન થતા હોવા છતાં કાર્ડ બનાવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમાંથી પોર્ટલમાંથી કઈક લીંક થયું હશે તેવી આશંકા છે. આમ, આ કૌભાંડમાં પ્રાઇવેટ કંપનીની કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તેની તપાસ પણ જરૂરી છે.'

પહેલાંની સુનાવણીમાં કોર્ટે ક્રાઈમ બ્રાંચને પ્રશ્ન પણ કર્યો હતો કે, આ અરજી સિવાયના કોઈ મુદ્દા રિમાન્ડ માટે છે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર આપતા ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, હજી તપાસ ચાલી રહી છે અને તેના માટે જ રિમાન્ડ જરૂરી છે. આ મુદ્દે બચાવ પક્ષે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કયા પોર્ટલ પરથી કામગીરી કરવામાં આવતી હતી તે જાણવું ખૂબ જ જરૂરી છે. જોકે આરોપીઓ દ્વારા તેની માહિતી પણ આપવામાં આવી ચૂકી છે. 8 તારીખથી આરોપીઓ ક્રાઈમ બ્રાન્ચ સાથે હતા. તેઓએ તપાસમાં સંપૂર્ણ સહયોગ પણ આપ્યો છે. હાલ બેન્ક એકાઉન્ટની તપાસ જરૂરી છે પરંતુ તેમાં આરોપીઓની શારીરિક હાજરી જરૂરી નથી.

આ પણ વાંચો:

  1. અમિત શાહના નિવેદનનો અમદાવાદથી જૂનાગઢ-ઉના સુધી વિરોધ, કલેક્ટરને આવેદન આપી રાજીનામાની માંગણી
  2. ગુજરાતમાં માછીમારી ઉદ્યોગ પર ફેલાઈ શકે છે ગંભીર સંકટઃ મહાકાય કંપનીઓની ધંધામાં એન્ટ્રી અને અસરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.