નવસારી: 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને નવસારી LCB પોલીસે ચીખલી તાલુકાના મીણકચ્છ ગામેથી મોટી માત્રામાં વિદેશી બનાવટનો દારૂ પકડી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, ચીખલી તાલુકાના મીણકચ્છ ગામે દારૂની કર્ટિંગ કરતાં સમયે પોલીસે રેડ કરી હતી. આ રેડમાં 6 આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી છુટતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
31 ડિસેમ્બરની ઉજવણી માટે ગુજરાતમાં દમણથી મોટી માત્રામાં દારૂની હેરફેર કરવામાં આવે છે. આ દારૂ થકી બુટલેગરો લાખો રૂપિયાનો વેપલો કરે છે. આવા બુટલેગરો પર કમર કસવા માટે નવસારી એલસીબી પોલીસ એક્શનમાં આવી હતી. નવસારી LCB પોલીસે ચીખલી તાલુકાના મીણ કચ્છ ગામેથી દારૂની કાટીંગ કરતી સમયે રેડ કરી હતી.
પોલીસે રેડ દરમિયાન 14,18,268 રૂપિયાની 8844 વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી. સમગ્ર રેડ દરમિયાન 6 આરોપી ઘટના સ્થળેથી ભાગી છુટ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમ, 31 ડિસેમ્બર નજીક જ છે, ત્યારે પોલીસની આ મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વોન્ટેડ આરોપીઓના નામ:
- કેવલ સુરેશભાઈ પટેલ
- છીબુ હરીશભાઈ પટેલ
- રીંકલ મુકેશભાઈ પટેલ
- મિનેશ સુમનભાઈ પટેલ
- મેહુલ મનુભાઈ પટેલ
- અંકિત પટેલ
આ પણ વાંચો: