કચ્છ: પૂર્વ કચ્છ વન વિભાગની ઉત્તર રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અનઅધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા હિટાચી મશીનો સાથે 5 આરોપીઓને ઝડપી પાડયા છે. મળતી માહિતી અનુસાર જજનવ મળે છે કે, આ આરોપીઓ પાસેથી કુલ 1.25 કરોડના મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ- 1972 ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
અભ્યારણ્યમાં અનઅધિકૃત મીઠાના પાળાની કામગીરી: કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્ય વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃત્તિને રોકવા કચ્છના મુખ્ય વન સંરક્ષક ડૉ. સંદીપ કુમાર દ્વારા સુચના આપવામાં આવી હતી. તેમજ પૂર્વ કચ્છ વનવિભાગના નાયબ વન સંરક્ષક જી.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક એસ.એ. ગઢવી, પરિક્ષેત્ર વન અધિકારી આર.ડી. ગઢવી, વનપાલ ઓ.જે. જાડેજા, વનરક્ષક વાય.જી. રબારીની ટીમ દ્વારા કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું.
5 હિટાચી મશીન સાથે 5 આરોપીઓને ઝડપાયા: પૂર્વ કચ્છ વનવિભાગની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યના સાધારાવાંઢ વિસ્તારમાં અનઅધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળાની કામગીરી કરતાં 5 હિટાચી મશીન સાથે 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીના નામ:
- નોડે ઈમરાનભાઈ જુમાભાઈ (ભુજ)
- રજનીશકુમાર ધર્મદેવ (બિહાર)
- જીતેન્દ્રકુમાર ગુરમીત ચંદ (હિમાચલ પ્રદેશ)
- નિરજ પ્રહલાદ સાહની (ઉતરપ્રદેશ)
- મોહમ્મદ અશફાક એકલખઅહેમદ (બિહાર)
પોલીસે આ તમામ આરોપીઓની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની કલમ મુજબ ગુનો નોંધાયો: પૂર્વ કચ્છ વનવિભાગની ટીમ દ્વારા પાંચેય આરોપીઓની અટકાયત કરીને અંદાજીત 1.25 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ- 1972ની કલમ- 2(33), 18,27(1), 29, 50(ખ), 51, 52 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તો વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: