ત્રણ પૈડાની રીક્ષામાં 18 લોકોએ કરી સવારી, વીડિયો થયો વાયરલ - Uttar Pradesh latest news
🎬 Watch Now: Feature Video
મહારાજગંજઃ ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. નિચલૌલ શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે રોડ પર જઈ રહેલી ઓટો રિક્ષાને રોકી તો તેમાં સવાર લોકોને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઓટો રિક્ષામાં ડ્રાઈવર સહિત 18 લોકો સવાર હતા. પોલીસે એક પછી એક ગણતરી કર્યા બાદ તમામ લોકોને નીચે ઉતાર્યા ત્યારે સવારી 17 અને ડ્રાઈવરનો નંબર 18 નીકળ્યો, ત્યારબાદ સીઓએ ડ્રાઈવરને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવ્યો અને ઓટો રિક્ષાનું ચલણ કાપ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. Maharajganj Checking Campaign, Maharajganj Auto Driver Challan
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST