Mahadev app: મહાદેવ એપનો માસ્ટર માઈન્ડ દીપક નેપાળી આખરે દબોચાયો, ઘણા સમયથી પોલીસને આપી રહ્યો હતો હાથતાળી - મહાદેવ એપ
🎬 Watch Now: Feature Video
Published : Dec 27, 2023, 11:57 AM IST
દુર્ગ ભિલાઈઃ મહાદેવ એપ કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી દીપક નેપાળી આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાન્ચ અને વૈશાલી નગર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને દીપક નેપાળીની વૈશાલી નગરમાંથી જ ધરપકડ કરી છે. દીપક નેપાળી વિરુદ્ધ સુપેલા, વૈશાલી નગર અને છાવણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. મહાદેવ એપ ઓનલાઈન સટ્ટાબાજીનો દેશભરમાં પ્રચાર-પ્રસાર, અપહરણ અને લૂંટ જેવાં ગંભીર ગુનાઓનો દીપક નેપાળી માસ્ટર માઈન્ડ હતો. દીપક નેપાળી મહાદેવ એપના સંચાલક રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરનો જમણો હાથ માનવામાં આવે છે. તેની સામે સુપેલા, વૈશાલી નગર અને છાવણી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. પોલીસ ઘણા સમયથી દીપક નેપાળીને શોધી રહી હતી. અગાઉ જુલાઈમાં પોલીસે દીપક નેપાળીના ભાઈ નીરજ નેપાળી અને તેની ગેંગના ચાર સાથીઓની ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં ધરપકડ કરી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે પણ પોલીસ આરોપી દીપક નેપાળીને શોધી રહી હતી પરંતુ પોલીસને તેમાં સફળતા મળી ન હતી.