Madhavpur mela 2022 : પોરબંદરના માધવપુરમાં યોજાયેલો મેળો વિધિવત રીતે સંપન્ન - Porbandar District Administration

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 14, 2022, 6:16 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્ન (Marriage of Shri Krishna and Rukmini) પ્રસંગ પર્વે યોજાતા માધવપુર ઘેડના પરંપરાગત મેળાના પાંચમા દિવસે આજે ભગવાન માધવરાય મધુવનમાં રાતવાસો કરીને (Madhavpur Mela of Gujarat) તેમની જાન રૂક્ષ્મણીજી સાથે નિજ મંદિર આવી હતી. પરણીને પરત (Madhavpur mela 2022) ફરેલા માધવરાય અને રૂક્ષ્મણીજીના દર્શન માટે ભાવિકો ભાવવિભોર થયા હતા. આખું માધવપુર અબીલ ગુલાલના રંગ સાથે રંગાઇ ગયું હતું. માધવરાયની રુક્ષ્મણી સાથેની નગર યાત્રામાં ભક્તોએ ભગવાનને વધાવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના (Madhavpur Fair 2022) સહયોગથી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉત્તરપૂર્વીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડતા માધવપુરના મેળામાં ચાર દિવસના સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી માંડીને કેન્દ્ર સરકારના પ્રધાનો, ઉત્તર પૂર્વીય રાજ્યોના મુખ્યપ્રધાનો, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહિત દેશ-વિદેશના યાત્રિકો પણ જોડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.