Viral Video: આ રીતે ફસાયું બેબી મંકીનું મોઢું કળશમાં, પછી થયું એવું કે... - life of a monkey trapped inside a pot in Dhamtari
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢના ધમતરીમાંથી એક અસાધારણ કિસ્સો સામે આવ્યો છે. ધમતરીના (life of a monkey trapped inside a pot in Dhamtari) કાષ્ઠાગારમાં કેટલાક લોકોએ મુશ્કેલીમાં ફસાયેલા વાંદરાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. જે પછી સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ (Social Media Viral Video Baby Monkey) થઈ રહ્યો છે. આ વાનરના ખોળામાં એક બચ્ચુ હતું. પણ બચ્ચાનું માથું એક નાનકડો કળશ ફસાઈ ગયું હતું. આસપાસના લોકો આ સ્થિતિ જોઈને જ સમજી ગયા કે, બચ્ચાએ પાણી પીવા માટે લોટામાં કળશમાં નાખ્યું હશે. પછી લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે બેબી મંકીના માથેથી કળશ કાઢીને એને મુક્તિ અપાવી હતી. જ્યારે આ કેસ અંગે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, બચ્ચાના માથામાં કળશ ફસાયો છે. નજીકમાં એક શિવાલય આવેલું છે. જ્યાં વાનર પાણી પીવા અને ખાવા માટે આવે છે. અહીં મંદિર પરિસરમાં શિવ અભિષેક માટે કોઈએ કળશ મૂકેલો હતો. વાનરનું ટોળું ત્યાં પહોંચ્યું ત્યારે બચ્ચાએ કળશમાં પાણી જોયું. પાણી પીવા માટે અંદર આખું મોઢું નાંખી દીધું. તરસ તો પૂરી થઈ ગઈ પણ માથું કળશની બહાર નીકળ્યું નહીં. આમ એની મુશ્કેલી શરૂ થઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST