અચાનક આવીને દીપડાએ કર્યો હુમલો, ચાલાકીથી નાસી ગયો શ્વાન - Leopard terror in Haridwar
🎬 Watch Now: Feature Video
હરિદ્વાર: ઉત્તરાખંડના હરિદ્વાર અને પૌડી જિલ્લામાંથી દીપડાના બે અલગ-અલગ વીડિયો સામે (Leopard CCTV ) આવ્યા છે. બંને વિસ્તારમાં દીપડો રહેણાંક વિસ્તારોમાં (Haridwar Leopard CCTV) ધૂમ મચાવી રહ્યો છે જેના કારણે આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પૌરી જિલ્લાના કોટદ્વારમાં દીપડો શાળાના મુખ્ય માર્ગ પર ચાલતો જોવા મળ્યો હતો. જેના સીસીટીવી સામે આવ્યા હતા. હરિદ્વારની ઘટના સોમવાર રાતની હોવાનું કહેવાય છે. કોતવાલી રાણીપુરના સુમન નગર વિસ્તારમાં શ્વાન રસ્તા પર રખડતો હતો, ત્યારે પાછળથી એક દીપડો આવે છે અને શ્વાનને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દીપડો કૂતરાને પકડે છે, પરંતુ દીપડાની પકડ હળવેકથી છૂટી જતાં જ કૂતરો દોટ મૂકીને નાસી જાય છે. આ સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિસ્તારમાં દીપડાની ચહલપહલથી લોકો ખૂબ જ ડરી ગયા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST