પરિવારે મૃતદેહને અગ્નીદાહ આપતા જ આવ્યું પૂર, નદીમાં તણાયો સળગતો દેહ - Rain in Gujarat
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલા સાબરકાંઠાના વિજયનગરના પરવઠ ગામે આજે એક યુવકનું અચાનક મોત થયું હતું. જો કે તેના અંતિમ સંસ્કાર માટે હાથમતી નદીમાં(Flooding in Hathmati river) થઈ રહેલી અંતિમવિધિ દરમિયાન અચાનક હાથમતી નદીમાં ભારે પૂર( Rain in Gujarat)આવતા અંતિમ વિધિ અધુરી રહી હતી. અંતિમવિધિ પૂર્ણ થાય તે પહેલા હાથમાંથી નદીમાં (Sabarkantha Hathmati river )ભારે પૂર આવવાના પગલે મૃતદેહ હાથમતી નદીના પૂરમાં તણાઈ ગયો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચાના એરણે પહોંચ્યો છે. સામાન્ય રીતે અંતિમ વિધિ અધુરી રહેતો જે તે વ્યક્તિના આત્માને સંપૂર્ણ શાંતિ પ્રદાન થઈ શકતી નથી તેવા વિવિધ વિધાનો વચ્ચે આજે વિજયનગરના પરવઠ ગામના વ્યક્તિની અંતિમવિધિ અધુરી રહી છે. રાજસ્થાન સહિત સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા હાથમતી સહિત સાબરમતી નદીઓમાં અચાનક ભારે પૂર આવતા મોટાભાગના ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે જોકે પરવઠ ગામે યુવકની અંતિમવિધિ પૂર્ણ પગલે અધૂરી રહી છે ત્યારે પરવઠ સહિત સ્થાનિક વિસ્તારમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST