Kutch News: બન્નીના મેદાનોમાં આગ, 12 કિમી વિસ્તારમાં ઘાસ બળી જતા માલધારીઓમાં ચિંતા વ્યાપી - ઘાસચારો બળીને ખાખ
🎬 Watch Now: Feature Video
Published : Jan 15, 2024, 5:16 PM IST
કચ્છઃ બન્નીના ઘાસિયા મેદાનોમાં ભીષણ આગ લાગી હતી. મોટા સરાડા ગામની સીમમાં બપોરે 3 વાગ્યા બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લાવવા સ્થાનિક લોકો દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પવનની ગતિ વધુ હોવાને લીધે આગ ઝડપથી પ્રસરી રહી છે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી મળ્યા. સ્થાનિકોના મત મુજબ આગ 10થી 12 કિમી સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. વન વિભાગ મુજબ દર વર્ષે પાણીના ઘાસમાં આગના બનાવો બનતા હોય છે. જો કે આ વિસ્તાર બન્નીના ઘાસીયા મેદાનોથી દૂર છે તેમ છતાં અહીં આગનો બનાવ બન્યો છે. આ આગને કાબૂમાં લેવા માટે ભુજ ફાયર બ્રિગેડ અને ધોરડોના ટેન્ટસિટીના ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી છે. પાણીનું એક ટેન્કર હોડકો અને સેરવો ગામ વચ્ચે જોવા મળ્યું હતું. જો કે તેને આગ બુઝાવવામાં કોઈ મદદ કરી નહતી. તેથી સ્થાનિકો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી.
દર વર્ષે પાણીના ઘાસમાં આગના બનાવો બનતા હોય છે. જો કે આ વિસ્તાર બન્નીના ઘાસીયા મેદાનોથી દૂર છે તેમ છતાં અહીં આગનો બનાવ બન્યો છે. આ આગને કાબૂમાં લેવા માટે ભુજ ફાયર બ્રિગેડ અને ધોરડોના ટેન્ટસિટીના ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી છે...બી. એમ. પટેલ(અધિકારી, વનવિભાગ, કચ્છ)
આગ 10થી 12 કિલોમીટરના સીમાડામાં ફેલાઈ ગઈ હતી અને ઘાસ બળીને ખાક થઈ ગયું હતું...ઈમરાન જત(સ્થાનિક,બન્ની)
પાણીનું એક ટેન્કર હોડકો અને સેરવો ગામ વચ્ચે જોવા મળ્યું હતું. જો કે તેને આગ બુઝાવવામાં કોઈ મદદ કરી નહતી. તેથી સ્થાનિકો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી...સોઢા જત(સ્થાનિક, બન્ની)