Surat Crime: ભંગાર વેચતા જીંદગીનો લેવાયો ભોગ, બાપની ઉંમરના આધેડે 14 વર્ષની સગીરાને રાખી દીધો ગર્ભ - minor crime
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-10-2023/640-480-19694385-thumbnail-16x9-as-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Oct 6, 2023, 8:36 AM IST
ઓલપાડ: કીમ ગામે 14 વર્ષીય સગીરા શરીર સંબંધ બાંધી 7 માસનો ગર્ભ રાખી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આરોપી સામે ગુનો નોંધાયો હતો. 14 વર્ષીય સગીરા ભંગારના જુના પુસ્તકો આરોપીને આપતા આરોપીએ 20 રૂપિયા આપવાનું જણાવ્યું હતું. જેમાં પ્રથમ આરોપીએ ભોગ બનનારને 10 રૂપિયા આપતા ભોગ બનનારે સગીરાએ બાકીના 10 રૂપિયાની માંગણી કરી હતી. ભોગ બનનાર સગીરા એકલી જોઈ તેનો લાભ ઉઠાવ્યો હતો. જે બાદ વારંવાર આરોપીએ શરીર સંબંધ બાંધતો હતો. આ દરમિયાન સગીરાને સાત માસનો ગર્ભ રહી ગયો હતો. આરોપીએ "આ વાત તારા ઘર જઈને તારા માતા પિતાને કે અન્યને કહેશે તો જાનથી મારી નાખીશ "તેમ ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો પરિવારને ખબર પડતાં આ બાબતે ફરિયાદ કરતા સગીરાના પિતાની ફરિયાદ લઈ કીમ પોલીસે તપાસ હાથ ધરી છે. કીમ પોલીસે આરોપી અશોક મોહનભાઈ પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. સમગ્ર કેસની તપાસ કરનાર પી.આઇ સી.બી ચૌહાણ એ જણાવ્યું હતું કે ફરિયાદીની ફરિયાદ આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે.