બીમારીના કારણે મોબાઈલ ટાવરમાં ફસાયુ ગરુડ, ટાવર પર ચડીને પ્રાણી પ્રેમીએ બચાવ્યુ
🎬 Watch Now: Feature Video
કોલાર(કર્ણાટક): બીમારીના કારણે મોબાઈલ ટાવરમાં ફસાઈ ગયેલા જંગલી ગરુડને બચાવી લેવામાં આવ્યો છે. ગાંધીનગર, કોલારમાં એક ગરુડને બચાવનાર જીવ આનંદે ટાવર પર ચડીને મોબાઈલ ટાવરમાં ફસાયેલા ઈજાગ્રસ્ત ગરુડની સારવાર કરી હતી. મોબાઈલ ટાવરમાં ગરુડ ફસાયા હોવાની જાણ થતાં જીવ આનંદ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.(Rescue of an eagle stuck in mobile tower) બાદમાં, ગરુડને સુરક્ષિત બચાવામાં આવ્યું હતું અને તેને યોગ્ય સારવાર આપવામાં આવી હતી. હાલમાં ગરુડની તબિયત સુધારા પર છે અને પક્ષીપ્રેમીઓની આ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. ગરુડનું રક્ષણ કરતી વખતે, ઘણા ગરુડ ટાવરની આસપાસ ઉડતા હતા. જેના કારણે થોડા સમય માટે હુમલાનો ભય ઉભો થયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST