Karnataka Election: ચાલુ વરસાદે પીએમ પીએમ મોદીના કટઆઉટને પોતાના ગમછાથી સાફ કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ - A CUTOUT OF PM MODI
🎬 Watch Now: Feature Video
કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થવાનું છે. આગેવાનો દ્વારા સતત રેલીઓ, રોડ શો અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પોતાના ગમછાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરસાદમાં ભીંજાયેલા કટઆઉટને લૂછતા જોવા મળે છે. ANI અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો બેંગલુરુ પાસેના દેવનહલ્લીનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કરી રહ્યો છે તો તેણે કહ્યું કે તે પોતાના મનથી પીએમ મોદીનું કટઆઉટ કરી રહ્યો છે. પીએમ મોદી તેના માટે ભગવાન છે. આ કામ માટે તેને કોઈએ પૈસા આપ્યા નથી. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ આ વીડિયોના વખાણ કર્યા છે તો કેટલાકે તેની ટીકા કરી છે.