શિક્ષિકા જ કરે વ્યસન તો વિદ્યાર્થીઓને કોણ કરાવશે વ્યસનમુક્ત - શિક્ષણ વિભાગ
🎬 Watch Now: Feature Video
કર્ણાટક: કર્ણાટકના તુમકુર જીલ્લાની ચિક્કા સારંગી સરકારી પ્રાથમિક શાળામાં, ગ્રામજનોએ એક સરકારી શાળાના શિક્ષિકાને દારૂ પીને શાળાએ આવવા બદલ રંગે હાથે પકડી લીધી હતી. શિક્ષિકાનું નામ ગંગાલક્ષ્મા છે, જે દારૂના નશામાં શાળાએ આવતી હતી. તે છેલ્લા 25 વર્ષથી શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવે છે. લોકોએ જણાવ્યું કે, હાલમાં જ તેની અંગત સમસ્યાઓના કારણે તે દારૂ પીને શાળાએ આવવા લાગી હતી. ગ્રામજનો અને વાલીઓએ ઘણી વખત વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરી હતી પરંતુ કોઈ ફાયદો થયો ન હતો. શિક્ષક દારૂના નશામાં બાળકોને મારતી હતી અને સાથી શિક્ષકો સાથે મારપીટ કરતી હતી. ગુરુવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શિક્ષકના ટેબલ પરથી દારૂની બોટલો કાઢીને તપાસ કરી હતી. શિક્ષકોએ સસ્પેન્શન માટે વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં શિક્ષણ વિભાગે ચિક્કાસરંગી શિક્ષિકાને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કર્યો હતો. Government school teacher caught with liquor, education department suspension of the teacher
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST