Wedding Ceremony : પાનસ ગામે વરરાજાની વરયાત્રા જેસીબીમાં આવતા લોકોમાં કુતૂહલ - Wedding Ceremony JCB Varayatra at Panas village
🎬 Watch Now: Feature Video
વલસાડ : લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્નમાં અનેક વરઘોડામાં લોકો અવનવી તરકીબો અને કિમીયા અપનાવી રહ્યા છે. ત્યારે કપરાડા તાલુકાના પાનસ ગામે ગત રાત્રે આવેલી વરયાત્રા જેસીબી પર નીકળી હતી. જે સૌ કોઈને ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સાથે અન્ય જેસીબીમાં આવતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. થોડા દિવસ અગાઉ નવસારી બીલીમોરા ખાતે પણ વરયાત્રા દરમિયાન જેસીબી મશીનનો ઉપયોગ કરાયો હતો. જેના પણ વિડીયો થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયાના વાયરલ થયો હતો. ત્યારે એજ પ્રકારે કપરાડામાં પાનસ ગામે જેસીબીમાં વરયાત્રા નીકળી હતી. જેને જોવા માટે લોકો ઉમટ્યાં હતા. વરરાજા યોગેશભાઈએ જણાવ્યું કે, લોકોથી કૈક અલગ કરવા અને એક આગવી ઓળખ ઉભી કરવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરીને અનોખી વરયાત્રા કાઢી છે. જોકે આ વરયાત્રા સમગ્ર જીવન દરમિયાન યાદગાર બની રહેશે.