Junagadh Rain : જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, રોડ પર બે ફૂટ પાણી ભરાયા - Gujarat rain news
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ : આજે અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. બે દિવસના વિરામ બાદ આજે સવારના 11 કલાકથી ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે. અતિભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના તમામ માર્ગો પર બે ફૂટ કરતા વધારે વરસાદી પાણી ભરાયેલા જેવા મળતા હતા. દસ વાગ્યા બાદ જે રીતે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જેને લઇને વાહન ચાલકોની સાથે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ પણ જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેને કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ શરૂ થઈ છે.