Junagadh News: ગરમીમાં તરસ છીપાવતા વનરાજો થયા કેમેરામાં કેદ

By

Published : May 29, 2023, 10:03 AM IST

thumbnail

જૂનાગઢઃ ઉનાળાની આકરી ગરમીના દિવસો સૌ કોઈને અકડાવી રહ્યા છે. ગીર જંગલ વિસ્તારમાં પણ ખૂબ જ આકરી ગરમીમાંથી રાહત મેળવવા માટે સિંહણ અને તેના ત્રણ બચ્ચા સાથે ગીર જંગલ વિસ્તારમાં તરસ છિપાવતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર કરીમ કડીવારના કેમેરામાં કેદ થયા છે. ગત દિવસો દરમિયાન તેઓ સાસણ ગીર વિસ્તારની મુલાકાતે હતા. આ દરમિયાન એક સિંહણ અને તેના ત્રણ બચ્ચા આકરી ગરમીમાંથી એકમાત્ર પાણી થકી મુક્તિ અપાવી શકે છે. તે રીતે પાણી પીતા કેમેરામાં કેદ થયા હતા. જોકે, જંગલ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા પાણીના કુંડ પણ સિંહના ચોક્કસ વિસ્તારને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને મોડી સાંજે અને વહેલી સવાર નક્કી કરેલા વિસ્તાર સુધી સિંહ પોતાના પરિવાર સાથે પાણી પીવા માટે આવે છે, જંગલ વિસ્તારમાં સૂર્યનો પ્રકાશ સીધો પડતો હોય છે. જેની સીધી અસર પશુઓ પર થાય છે. માત્ર સિંહની વાત નથી પણ અન્ય પશુઓ પણ આ રીતે કુંડમાંથી પાણી પીને તરસને તૃપ્ત કરે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.